દ્વારકામાં વિદ્યાર્થીઓ અને હોદેદારોએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં વિદ્યાર્થીઓ અને હોદેદારોએ વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું.

આજે તા.૦૧/૦૪/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમા દ્વારકા તાલુકાની શાળાઓમાં શાળાઓના બાળકો, શિક્ષકો, S.M.C. સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સદસ્યોએ શાળા કક્ષાએ હાજરી આપી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ તાલુકા કક્ષાએ બી.આર.સી. ભવન દ્વારકા ખાતે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.