ઓખા તાલુકા શાળામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું

દ્વારકા : દ્વારકાના ઓખા ખાતે તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતર્ગત ઓખા તાલુકા શાળામાં વર્ચ્યુલ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.

ઓખા ખાતે તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતર્ગત ઓખા તાલુકા શાળામાં વર્ચ્યુલ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ ડૉ. પુષ્પાબેન સોમૈયા,ઓખા આયુર્વેદિક સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ. જિજ્ઞાબેન કુલર,ઓખા ના સી.આર.સી. અમિતભાઇ ઓડેદરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયા,સ્થાનિક સુનિલભાઈ વિઠલાણી,SMC અધ્યક્ષ તથા તમામ સભ્યો,આચાર્ય દિલીપકુમાર ગોપાત, સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના સદસ્ય મંજુલાબેન હિંડોચા ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન ડૉ. પુષ્પાબેન સોમૈયા એ ઓખા તાલુકા શાળાના આચાર્ય તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે આશિર્વચન આપ્યા હતા.

આ કાર્યક્રમ પૂરો થયા બાદ ઓખા તાલુકા શાળાના આચાર્ય દિલીપકુમાર ગોપાતના અધ્યક્ષ સ્થાને “સ્કૂલ ઓફ એક્સેલન્સ” અંતર્ગત શાળાની પસંદગી થયેલ હોય તે અંતર્ગત વાલીઓ જોડે ચર્ચા કરવામાં આવી.આ તકે હાજર રહેલ મહેમાન,વાલીઓ,તથા વિદ્યાર્થીઓને ઓખા તાલુકા શાળાના આચાર્ય દિલીપકુમાર ગોપાત એ શુભેચ્છા પાઠવી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઓખા તાલુકા શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફે સંયુક્ત રીતે કાર્યક્રમને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી.