દ્વારકાની CPI કચેરીના રાઇટર વયનિવૃત થતાં વિદાયમાનનો સમારંભ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની CPI કચેરીના રાઇટર ASI શ્યામભાઈ સોની વયનિવૃત થતાં તેમના વિદાયમાનનો સમારંભ યોજાયો હતો.

દ્વારકાની CPI કચેરીના રાઇટર ASI શ્યામભાઈ સોની વયનિવૃત થતાં તેમના વિદાયમાનનો સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં DySP સમીર સારદા, PI પી. બી. ગઢવી, PI જુડાલ, PI પટેલ, રિટાયર્ડ PI ચનુરા, PSI પરમાર તેમજ પોલીસ સ્ટાફ એ હાજર રહીને વિદાય લેનારનું બહુમાન કર્યું હતું. પોલીસ ખાતામાં તેમની 37 વર્ષ જેટલી લાંબી નોકરી અને ઉમદા સેવાની વાત કરવામાં આવી હતી. તેમના દીર્ઘાયુષ્ય સાથે સુખ, શાંતિ અને સારા આરોગ્યની કામના સાથે સ્મૃતિચિન્હ પાઠવીને વિદાય આપવામાં આવી હતી

.