કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર દ્વારકા-પોરબંદર હાઈ-વે પર લાંબા ગામના બાયપાસ પાસેથી જી.જે. 37 એચ. 8064 નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા ઓખાના રહીશ પ્રજાપતિ રાજુભાઈ લાલજીભાઈ ધોકીયા (ઉ.વ. 43) તથા તેમના પિતરાઈ ભાઈ હેમતભાઈ માધવજીભાઈ ધોકીયાના મોટરસાયકલ સાથે પૂરઝડપે જઈ રહેલી જી.જે. 01 આર.એલ. 9391 નંબરની પજેરો કારના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈક સવાર બંને યુવાનોને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે રાજુભાઈ ધોકીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પજેરો કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.