ગુજરાત શિક્ષક સંઘ દ્વારા નવી પેન્શન યોજના રદ કરવા વિરોધ નોંધાવ્યો

(રીશી રૂપારેલિયા) દ્વારકા : ગઈકાલે ઠેર-ઠેર જગ્યે,સરકારી કચેરીઓ,શાળામાં નવી પેન્શન યોજના રદ કરવા વિરોધ કરવામાં આવ્યો હતો. કાલનો દિવસ કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો.એ જ રીતે દ્વારકામાં પણ ગુજરાત શિક્ષક સંઘ દ્વારા ગુજરાતના તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

દ્વારકા જિલ્લાના કલ્યાનપુર તાલુકાના રાવલગામની હનુમાનધાર પ્રાથમિક શાળાના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.જૂની પેન્સન યોજના ચાલુ કરવા અંગે ગુજરાત શિક્ષક સંઘ દ્વારા ગુજરાતના તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે જૂની પેન્સન યોજનાની ફરી ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી.