દ્વારકાના ખેડૂત અગ્રણીએ ઘડી કંપનીની વિરુદ્ધના ઉપવાસ આંદોલનની મુલાકાત લીધી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના ખેડૂત અગ્રણી પાલ આંબલિયા ઘડી કંપનીની વિરુદ્ધ ચાલી રહેલા ઉપવાસ આંદોલનની છાવણીની મુલાકાત લીધી હતી.

RSPL ઘડી કંપનીની વિરુદ્ધના ઉપવાસ આંદોલનના આઠમા દીવસે ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા ઉપવાસ આંદોલન સ્થળે પહોંચી ઉપવાસ કરનારાઓની મુલાકાત લીધી હતી.

આ પ્રતીક ઉપવાસ આંદોલન કામ દરમિયાન મજૂરને એક્સિડન્ટ થાય તો કોઈ મેડીકલ સુવિધા આપો, સ્થાનિક લોકોને રોજગાર આપો, યોગ્ય મહેનતાણું આપો તેવી માંગ માટે અને અન્ય પડતર પ્રશ્નો અંગે ચાલી રહ્યું છે.

ઉપવાસ છાવણીમાં ઘડી કંપનીનું ઉઠમણું રાખવામાં આવ્યું હતું. અને યુવાનોએ પ્રાણ પોક મૂકી અનોખો વિરોધ કર્યો હતો. તથા ઘડી કંપનીની પ્રોડકટને જુતાનો હાર પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો.