માછીમારને કાર્ડિયાક એટેક આવતા પ્રાથમિક તબીબી સારવાર આપતું ભારતીય કોસ્ટ ગાર્ડ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારને કાર્ડિયાક એટેક આવતા પ્રાથમિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.

ભારતીય માછીમારી બોટ પવન રાજ તરફથી તબીબી ઇમરજન્સીનો કોલ મળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) ઇન્ટરસેપ્ટર બોટ C 413 ની ટીમ મદદે આવી હતી. જેમાં 38 વર્ષનો એક ક્રૂ પેરાલિટીક/કાર્ડિયાક એટેકને કારણે બેભાન થઈ ગયો હતો. તબીબી ટીમ સાથે ICG જહાજે ઘટનાસ્થળ પર પહોંચ્યા પછી દર્દીને સંભાળ્યો, આ દરમિયાન દર્દીને પ્રાથમિક સારવાર અને તબીબી સહાય પૂરી પાડી અને વધુ તબીબી સહાય માટે તેને દ્વારકા સરકારી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં દર્દીની સ્થિતિ સ્થિર હોવાના અહેવાલ છે.