ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન: ટિકિટોનું બુકિંગ સોમવારથી શરૂ થશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા સાથે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનની વિગતો મુજબ ટ્રેન નંબર 09523/24 ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ [18 ટ્રીપ] માં ટ્રેન નં. 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી સવારે 10 વાગ્યે ઉપડશે. રાજકોટ આ જ દિવસે બપોરે 2.45 વાગ્યે આવશે અને બીજા દિવસે સવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. આ ટ્રેન 19 એપ્રિલથી 14 જૂન સુધી ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લા થી દર બુધવારે બપોરે 1.20 વાગ્યે ઉપડશે અને રાજકોટ બીજા દિવસે સવારે 9 વાગ્યે અને ઓખા બપોરે 1.50 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલથી 15 જૂન સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધી નગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09523નું બુકિંગ સોમવાર 4 એપ્રિલથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.