ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં ભાજપની ટિફિન બેઠક યોજાઇ

મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ટિફિન બેઠક સાથેની ચર્ચા યોજવામાં આવી રહી છે.

જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના દરેક વોર્ડમાં પાલિકાના શક્તિ કેન્દ્રો ખાતે ટિફિન બેઠક યોજી, અને હાથ ધરાતા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 2 માં જડેશ્વર સોસાયટીમાં આવેલા બગીચા ખાતે ટિફિન બેઠક યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પેજ સમિતિનું વધુ કાર્ય કરવા, વધુમાં વધુ નમો એપ ડાઉનલોડ કરવા તથા વોલ પેઇન્ટિંગ અને ભાજપનું જિલ્લા કાર્યાલય બનાવવા બાબતે તથા સક્રિય સભ્યો અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

આ ચર્ચાના કાર્યક્રમમાં શંકરલાલ અબોટી, અશોકભાઈ કાનાણી, ઇલાબેન ભટ્ટ, ભીખુભા જેઠવા, મુકેશભાઈ કાનાણી, અજુભાઈ ગાગીયા, સહિતના કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધી શહેર ભાજપ મહામંત્રી પિયુષભાઈ કણજારીયાએ કરી હતી.