લીડરશીપ તાલીમ કેમ્પમાં રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવતા દ્વારકાના પ્લાટુન સાર્જન્ટ

રાજ્ય હોમગાર્ડ દ્વારા મહિલા હોમગાર્ડ માટે તાલીમ યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : રાજ્ય હોમગાર્ડ દ્વારા મહિલા હોમગાર્ડ માટે આયોજિત લીડરશીપ તાલીમ કેમ્પમાં દ્વારકાના પ્લાટુન સાર્જન્ટ એ રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ગુજરાત રાજ્ય હોમગાર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની મહિલા હોમગાર્ડ માટે લીડરશીપ તાલીમ કેમ્પ વડોદરાના જરોદ ખાતે તા.21/3/22 થી તા.2/4/22 સુધી યોજવામાં આવેલ હતો. જેમાં ડિઝાસસ્ટર, કાયદો, હથિયાર ટ્રેનિંગ, ફસ્ટએઇડ ફાયરિંગ, સ્કોડ ડ્રિલ, ગાર્ડ ડ્યુટી વિગેરેની તાલીમ આપવામાં આવે છે.

સમગ્ર તાલીમમાં દ્વારકા તાલુકા યુનિટના પ્લાટુન સાર્જન્ટ પ્રભાવતીબહેન જશરાજભા મકવાણા એ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને દ્વારકા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડનું ગૌરવ વધાર્યું છે.આ તકે જિલ્લા કમાન્ડન્ટ ગોપાલભાઈ નકુમ અને સ્ટાફ ઓફિસર પાલાભાઈ કારીયા તથા દ્વારકા તાલુકા ઓફિસર કમાન્ડિંગ ભરતભાઈ કારડીયા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.