દ્વારકાના પૂર્વ ધારાસભ્યની મધ્યસ્થીથી RSPL કંપની વિરુધ ઉપવાસ આંદોલનનો અંત

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાનાં કુરંગા સ્થિત RSPL કંપની વિરુધ ઉપવાસ આંદોલનનો પબુભા માણેકની મધ્યસ્થીથી અંત આવેલ છે.

RSPL કંપની વિરુધ છેલ્લા 10 દિવસથી સ્થાનિક ખેડૂતો, કામદારો, શિક્ષિત બેરોજગારો અને ગ્રામજનોનું ઉપવાસ આંદોલન ચાલુ હતું. પ્રદુષણ, ઓછુ વેતન, ખેડૂતોને રસ્તાઓની કનડગત, સ્થાનિક કામદારોને રોજગારી ન આપવી, જેવા મુદાઓને લઈને છેલ્લા 10 દિવસથી ઉપવાસ આંદોલન ચાલતું હતું. આ આંદોલન કરનાર લોકોને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મુલાકાત લઈને તેના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નો RSPL કંપનીનાં મેનેજમેન્ટ સામે રાખીને બેઠકો કરી હતી. સ્થાનિક આંદોલનકારીઓ અને તાલુકાનાં આગેવાનોને સાથે રાખીને કંપનીનાં મેનેજમેન્ટને પ્રશ્નોનું નિવારણ લાવવા પબુભાએ મધ્યસ્થી કરી હતી.અને અંતે કંપનીનું મેનેજમેન્ટ સહમત થતા આ આંદોલન પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યું છે.