ખેડૂતો બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા 30મી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની યોજનાઓમાં લાભ લેવા માંગતા ખડુતો માટે આઈ-ખેડુત પોર્ટલ તા. 30 એપ્રિલ સુધી ખુલ્‍લું મુકવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત ઓનલાઇન અરજીઓ સ્‍વીકારવાનું ચાલુ હોય, બાગાયત વિભાગની યોજનાઓના કુલ 115 ઘટકોમાં લાભ લેવા માટે આઈ-ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી અરજીની પ્રિન્‍ટ, 7-12, 8-અ, જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક વગેરે જરૂરી ડોકયુમેન્‍ટ સાથેની વિગત ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન કચેરીમાં બીજા માળે નાયબ બાગાયત નિયામક કચેરીના સરનામે પહોંચાડવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.