દ્વારકા જિલ્લામાં ધો. 12 બોર્ડની પરીક્ષાઓમાં 94 વિદ્યાર્થીઓ ગેરહાજર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ મંગળવારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ એકંદરે શાંતિપૂર્ણ રીતે લેવાઈ હતી. એચએસસીના સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયમાં આજે કુલ 3796 વિદ્યાર્થિનીઓ પૈકી 3705 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 91 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આ સાથે સામાન્ય પ્રવાહના ગુજરાતી વિષયના પેપરમાં 88 પૈકી ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે સંસ્કૃત વિષયના તમામ 27 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.