દ્વારકામાં સંકીર્તન મંદિરના સ્થાપક પ્રેમભિક્ષુ મહારાજની પુણ્યતિથિ મહુવામાં ઉજવાશે

(રીશી રૂપારેલિયા) દ્વારકા : ભારત સહિત વિશ્વભરમાં ‘શ્રીરામ જય જય જય જય રામ’નો મહામંત્ર ગુંજતો કરનાર સંત પ્રેમભિક્ષુજી મહારાજની 52મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી આ વખતે મહુવા ખાતે થશે. મહુવા જવા દ્વારકાથી રામભક્તોને માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

બિહારી સંત પ્રેમભીક્ષુજી મહારાજની 52મી પુણ્યતિથિ આગામી 16 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ઉજવણી રામભક્તો દ્વારા કરવામાં આવશે. સંત પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા સ્થાપિત સંકીર્તન મંદિર દ્વારકામાં પણ છેલ્લા 54 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આજે આ સંકીર્તન મંદિરમાં ‘શ્રીરામ જય રામ જય જય રામ’ રામનામની ધૂન સતત ચાલતી જ રહે છે. જે 19836 દિવસ એટલે કે છેલ્લા 54 વર્ષથી ચાલે છે. તે સંકીર્તન મંદિરમાં આવતા રામભક્તો મહુવા ખાતેની પુણ્યતિથિ ઉજવણીમાં મોટી સંખ્યામાં જશે. તેમના માટે સંકીર્તન મંદિર દ્વારકા ખાતે કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.