વરવાળામાં ગૌમાતાના લાભાર્થે આજે રાત્રે સંતવાણી

રામદેવ મહારાજના પાટોત્સવ નિમિત્તે આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળામાં ગૌસેવાના લાભાર્થે સમસ્ત વરવાળા ગ્રામજનો દ્વારા રામદેવ મહારાજનો 12મો બાર પ્રહર પાટોત્સવ તથા મંડપ મહોત્સવ તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

વરવાળા રામદેવ મહારાજનાં બાર પ્રહર પાટોત્સવ તથા મંડપ મહોત્સવ તેમજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન શનિવાર તા. 4થી સોમવાર તા. 6 સુધી રાખવામાં આવેલ છે. આ ધાર્મિક પ્રસંગમાં તા. 6ને બુધવાર સવારે 8 કલાકે સ્તંભ ખડો અને સુખડી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં, વરવાળામાં આજે તા. 5ના રોજ ધાર્મિક પ્રસંગના સ્થળ કાંચાભાઇ મહારાજની વાડી, અબાબાપુની જગ્યાની બાજુમાં રાત્રે 10 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં કલાકારો શ્રી રામદાસ ગોંડલીયા (જૂનાગઢ) ભજનીક, વિજય ગઢવી (જામખંભાળીયા) ભજનીક, અનવર મીર હાસ્યકલાકાર કલા પ્રસ્તુત કરશે.

તો આ ધાર્મિક મહોત્સવમાં સાધુ-સંતો તથા ભક્તોને પાટ તથા મંડપના દર્શન તેમજ પ્રસાદી લેવા અને સંતવાણીનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.