દ્વારકામાં બાળ પ્રતિભા શોધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

નવગુજરાત સંગીત વિદ્યાપીઠ, દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિક અને એન.ડી.એચ. સ્કૂલ દ્વારા આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ-ભાટીયા તથા દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિક અને એન.ડી.એચ. સ્કૂલ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે બાળ પ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો હતો.

ગત તા. 05/04/2022 ના રોજ વગુજરાત સંગીત વિદ્યાપીઠ-ભાટીયા તથા દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિક અને એન.ડી.એચ. સ્કૂલ દ્વારા દ્વારકામાં એન.ડી.એચ. સ્કુલ ખાતે પ્રાથમિક વિભાગના બાળકોમાં રહેલી વિવિધ કલાની ઓળખના ભાગરૂપે “બાળ પ્રતિભા શોધ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા નિ:શુલ્ક શાસ્ત્રીય સંગીત તાલીમ આપવામાં આવેલ બાળ કલાકારોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.