ખંભાળિયા નજીક ચાર જુગારીઓ ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરથી આશરે બે કિલોમીટર દૂર કણજાર હોટલ પાસેના ઝુપડપટ્ટી વિસ્તારમાંથી પોલીસે બાલુ રજાકભાઈ કાપડી, ભીખુ રજાકભાઈ કાપડી, કિશન ભુપતભાઈ કાપડી અને કિશન રજાકભાઈ કાપડી નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 3,060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.