આરંભડામાં જુગાર રમતા બે મહિલાઓ સહિત છ ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે નવેક વાગ્યે સ્થાનિક પોલીસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા ઈસ્માઈલ સુમાર ભીખલાણી, ભીખુ નુરમામદ ચાવડા, ઈન્દ્રીસ ભીખુભાઈ મુસ્લિમ, જાફર ઈસ્માઈલ બોલીમ, રોશનબેન જુસબભાઈ સંઘાર અને જશુબેન મહેન્દ્રભાઈ નામના છ પત્તાપ્રેમીઓને કુલ રૂપિયા 11,740 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.