ખંભાળિયામાં કેફી પીણું પીધેલી હાલતમાં બાઈક ચાલક ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના હરસિદ્ધિ નગર વિસ્તારમાં રહેતા ગોપાલ વેલજીભાઈ કાવીતીયા નામના 25 વર્ષના દેવીપૂજક યુવાનને સ્થાનિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જી.જે. 10 કે. 7230 નંબરના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.