દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ પિતા-પુત્ર સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં ધિંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા જય પંકજભાઈ જટણીયા નામના 33 વર્ષના યુવાનને વિજય બહાદુર તાવડી અને જીગર વિજય તાવડી નામના બે શખ્સોએ વિડીયો ઉતારવા બાબતે મનદુખ રાખી અને ઢીકા- પાટુનો માર માર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે વિજય તાવડી અને જીગર તાવડી સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.