દ્વારકા જિલ્લામાં હથિયાર ધારાનો ભંગ કરતા ચાર શખ્સો સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને મૂળ મોરબી જિલ્લાના રહીશ રાજુ રામશી લગારીયા નામના 32 વર્ષનાને ગતરાત્રે ખુલ્લી તલવાર સાથે નીકળતા પોલીસે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી પોલીસે મૂળ નવસારી તાલુકાના રહીશ એવા ગણેશ રાજુભાઈ રાઠોડ નામના 34 વર્ષના યુવાનને છરી સાથે ઝડપી લીધો હતો.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અકબર ઈશાક સુંભણીયા નામના 27 વર્ષના સંઘાર યુવાનને તથા જબ્બાર ઈશાક સુંભણીયા (ઉ.વ. 22) નામના બે શખ્સોને પોલીસે મોડી રાત્રીના સમયે હાથમાં લોખંડનો ધોકો તથા લોખંડની પાઈપ લઈને નીકળતા એક દરગાહ પાસેથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ તમામ ચાર શખ્સો સામે સ્થાનિક પોલીસે જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ કાર્યવાહી કરી હતી.