મીઠાપુર અને કલ્યાણપુરમાં પીધેલા વાહનચાલકો ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર નજીકની ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી ગત રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નિકળેલા ભીમરાણા ગામના જેસલભા કરશનભા માણેક નામના 42 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતો નાયા દેવશી માતંગ નામનો 36 વર્ષનો યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં ત્રણ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપાઇ ગયો હતો.