સલાયામાં વાલ્મિકી સમાજના ઉપવાસ આંદોલનનો અંત

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નગરપાલિકાના કામદારોના પગાર બાકી હોવાના મુદ્દે વાલ્મિકી સમાજે કરેલા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે.

સલાયા નગરપાલિકાના કામદારો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયા હતા. આ સમયે સલાયાના લોહાણા સમાજના અગ્રણી પરેશભાઈ કાનાણી, લાલજીભાઈ ભુવા, લોહાણા ક્રાંતિ ગ્રુપના સભ્ય તથા ઇન્ટરનેશનલ લોહાણા સમાજના પ્રમુખ ધીરજભાઈ મોદી તથા રમેશભાઇ વાઘેલા તથા તેમના સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરની તુરંત મુલાકાત લઇને વાલ્મિકી સમાજની માંગ હતી કે જેમનો બે મહિનાનો પગાર બાકી હતો, તે માંગણી સંતોષાઈ ગઈ અને વાલ્મિકી સમાજના ઉપવાસ આંદોલનનો અંત આણીને પારણા કરાવેલ છે.