ભાણવડના ગુંદા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝબ્બે: એક ફરાર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડથી આશરે પંદર કિલોમીટર દૂર ગુંદા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડયો હતો. જેમાં ચના દેવા પરમાર, દાના ઉર્ફે દિનેશ પબા ચૌહાણ, દેવજી રામજી ભટ્ટી અને ચંદુ વીરજી પરમાર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 6,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન ગુંદા ગામનો રમેશ બાબુ ભટ્ટી નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. ભાણવડ પોલીસે જુગારધારાની કલમ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.