દેવભૂમિ દ્વારકામાં મહાજન સ્‍મારક હોડી સ્‍પર્ધામાં ભાગ લેવા અરજી અંગેની યાદી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુજરાત સરકારના યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિ- ગાંધીનગર અને હરીઓમ આશ્રમ- નડિયાદ પ્રેરીત તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા સંચાલિત 41 મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા આગામી તા. 14 એપ્રિલના દામજી જેટીથી બેટ દ્વારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસીકોએ ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદનમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારીના મો. 9909180057 અથવા 9664851914 પર સંપર્ક કરવા જણાવાયું છે.