ખંભાળિયાનો શખ્સ કારમાં વિદેશી દારૂ સાથે ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં આશાપુરા ચોક ખાતે રહેતા માનસિંગ ઉર્ફે માણસી ભીખુ ભોજાણી નામના 45 વર્ષના ગઢવી યુવાનને ભાણવડ નજીકના ગડુ પાટીયા ચેકપોસ્ટ પાસેથી ગત રાત્રે રૂપિયા એક લાખની કિંમતની હોન્ડા અમેઝ મોટરકાર નંબર જી.જે. 03 એફ.કે. 0852 માં વિદેશી દારૂની બે બોટલ સાથે નીકળતા પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 1,00,800 નો મુદ્દામાલ કબજે કરી અને પ્રોહિબિશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.