દ્વારકા જિલ્લાના ભૂતપૂર્વ અને નવનિયુક્ત પોલીસવડાનો સન્માન સમારોહ યોજાયો

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂતપૂર્વ પોલીસવડાને વિદાયમાન આપવા અને નવનિયુક્ત પોલીસવડાનું અભિવાદન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા સુનીલ જોશીની બદલી થતાં તેમને ભાવભરી વિદાય આપી નવનિયુક્ત જીલ્લા પોલીસવડા તરીકે નિતેશ પાંડેને આવકાર આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી તથા કોસ્ટ ગાર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.