પિતા પાસેથી કાર લાવવાનું કહીને દ્વારકાની પરિણીતાને ત્રાસ

મારી નાખવાની ધમકી સબબ પતિ, સાસુ સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકામાં હાલ ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતી અને પ્રવિણસિંહ ગુમાનસિંહ જાડેજાની 32 વર્ષીય પુત્રી અનિતાબા પ્રદીપસિંહ રાઠોડ નામની પરિણીતાને તેણીના લગ્નજીવન દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા પતિ પ્રદીપસિંહ પ્રવિણસિંહ રાઠોડ તથા સાસુ ગીતાબા પ્રવિણસિંહ રાઠોડ દ્વારા અવાર-નવાર મેણા-ટોણા મારી, દુઃખ-ત્રાસ આપવા ઉપરાંત પતિ દ્વારા પોતાની પત્ની અનિતાબાને આડેધડ માર મારી, દહેજ રૂપે તેના પિતાના ઘરેથી એક ફોર વ્હીલર કાર લઇ આવવાની માંગણી કરવામાં આવી હતી.

આટલું જ નહીં, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અનિતાબા રાઠોડની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે પતિ પ્રદિપસિંહ તથા સાસુ નિતાબા સામે સ્ત્રી અત્યાચારની કલમ 498(એ), તથા 323, 504, 506 (2), 114 અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.