ઓખામાં જુગાર રમતા ચાર મહિલાઓ ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખાના મારુતિનગર વિસ્તારમાંથી પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, મંગુબેન દિનેશભાઈ વેગડા, શારદાબેન મનસુખભાઈ ચૌહાણ, ભાનુબેન મંગાભાઈ ચૌહાણ અને રેખાબેન ચનાભાઈ વેગડા નામના ચાર મહિલાઓને તીનપતીનો જુગાર રમતા રૂપિયા 1,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.