ભાટિયા ગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં ગામલોકો દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમા આગામી તા. ૧૦/૦૪/’૨૨ને રવિવારના રામનવમીના રોજ પ્રભુ શ્રીરામચંદ્રજીના જન્મોત્સવને વધાવાવા માટે ગ્રામજનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા રામનવમીના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે કલ્યાણરાયજી મંદિર (દુધેશ્વર મહાદેવ મંદિર પાસે), જૂનું ગામમાંથી પ્રસ્થાન કરશે. જે ભાટિયાના દિનદયાળ ચોક, બસ સ્ટોપ વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તારમા થઈ જલારામ મંદિર આગળ થઈ પુનઃ દિનદયાળ ચોકમા આવીને આરતી કરવામાં આવશે તેમજ રામનવમીના રોજ બપોરે ૧૨ વાગ્યે કલ્યાણરાયજી મંદિરે જન્મોત્સવ તેમજ મહાઆરતી કરવામાં આવશે. તો આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમા સર્વે ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વક આમંત્રિત કરવામાં આવેલ છે. અને આયોજકો દ્વારા શોભાયાત્રામા મોટી સંખ્યામા ગ્રામજનોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવેલ છે.