વાડીનારમાં રખડતા ભટકતા ચાર શખ્સો સામે પોલીસની કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વાડીનારના જેટી રોડ પરથી રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં દાઉદ તાલબ ભાયા (ઉ.વ. 21) અને એજાજ ઈશાક ગાંધાર (ઉ.વ. 19) નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

જ્યારે જુમ્મા મસ્જીદ વિસ્તારમાં રહેતા ઈબ્રાહિમ ઉમર ભાયા નામના 20 વર્ષના એક શખ્સને દરગાહ પાસેથી મોડી રાત્રીના સમયે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ સાથે વાડીનાર ધાર ખાતે રહેતા હમીદ ઊર્ફે અમૂળો હારુન સંઘાર નામના 24 વર્ષના વાઘેર શખ્સને રાત્રીના સાડા બારેક વાગ્યાના સમયે બીએસએનએલ ટાવરની ઓફિસના તાળા ફંફોળતો પોલીસે ઝડપી લઇ, આ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 122 (સી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.