ખંભાળિયામાં સેવાભાવી લાલ પરિવાર દ્વારા સ્લમ વિસ્તારોમાં રસ-પુરીનું જમણ કરાવાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : હાલાર પંથકના જાણીતા, સેવાભાવી અને દાતા સદગૃહસ્થ જામનગર નિવાસી દિપકભાઈ લાલ પરિવાર દ્વારા પૌત્રરત્ન રિયાનના અવતરણની ખુશાલીમાં ખંભાળિયા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ગરીબોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલ પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી ખંભાળિયાના ઘી ડેમમાં વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં બાળકોને રસ-પુરીનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજન માટે રઘુવંશી જ્ઞાતિના અગ્રણી સક્રિય કાર્યકર હાર્દિક મોટાણી, રાજુભાઈ બરછા, વિગેરેએ નોંધપાત્ર જેહમત ઉઠાવી હતી. લાલ પરિવારની આ વધુ એક સેવા પ્રવૃત્તિથી લાભાર્થી પરિવારજનોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેર તથા તાલુકામાં રાજકોટના ડો. નીતિનભાઈ લાલ તથા જામનગરના દિપકભાઈ લાલ પરિવાર દ્વારા સમયાંતરે વિવિઘ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે લોકોમાં આવકારદાયક તથા પ્રેરણારૂપ બની રહી છે.