દ્વારકાના યુવાનનું બાઇક હંકારી જતા તસ્કરો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના બીરલા પ્લોટ વિસ્તારમાં રહેતા વિમલ પ્રફુલભાઈ પંચમતિયા નામના 31 વર્ષના યુવાને સુદામા સેતુના પાર્કિંગમાં રાખેલું રૂપિયા 25 હજારની કિંમતનું હીરો પેશન બાઈક નંબર જી.જે. 25 આર. 4513 કોઈ હરામખોરો ચોરી કરીને ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.