મીઠાપુરના યુવાનને મારી નાખવાની ધમકી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર નજીક આવેલા દેવપરા વિસ્તારમાં રહેતા વરજાંગભા મોબતભા સુમણીયા નામના 21 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને જૂની માથાકૂટનો ખાર રાખી, રાંગાસર ગામે રહેતા રાજેશભા માલાભા સુમણીયા નામના શખ્સે સુરજકરાડી વિસ્તારમાં બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

જે અંગે પોલીસે રાજેશભા સુમણીયા સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.