ખંભાળિયામાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે શિક્ષણવિદોના ધરણાં, ધારાસભ્યનો ટેકો સાંપડ્યો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લા શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનમાં ખંભાળિયા ખાતે ધરણા તથા આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાસંઘના સભ્ય રામભાઈ ખુંટી સાથે જિલ્લા મહિલા અધ્યક્ષ કિરણબેન સરપદડીયા, મંત્રી સપનાબેન કાનાણી સહિતના શિક્ષકો વિગેરે દ્વારા કરવામાં આવેલા વિરોધ કાર્યક્રમમાં અહીંના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ટેકો જાહેર કર્યો હતો.