દ્વારકામાં રાજ્યપાલ, રાજ્યમંત્રી, જિલ્લા કલેક્ટર આજે રાષ્ટ્રપતિને આવકારી સ્વાગત કરશે

(રિશી રૂપારેલિયા) દેવભૂમિ દ્વારકા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજે તા.૧૦-૦૪-૨૦૨૨ના રોજ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે પધારનાર છે. તેઓ સવારે 11.15 કલાકે દ્વારકા હેલિપેડ ખાતે ઉતરી સવારે 12.15 કલાકે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે.

આ તકે રાષ્ટ્રપતિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા, સાંસદ શ્રી પૂનમબેન માડમ,જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી,દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સમાણી સહિતના મહાનુભાવો આવકારી રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે.