દ્વારકાના હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

રાજ્યપાલ સહિતના મહાનુભાવો જોડાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજરોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સવારે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલિસ અધીક્ષક નિતેશ પાંડેય સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકારી, ઉષ્માપૂર્ણ સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું.