દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાનકડા એવા આરંભડા ગામમા જન્મેલા વાઢેર યુવરાજસિંહ બનેસિંહ નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારબાદ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી, જામનગર જિલ્લા યુવા ભાજપના મંત્રી તેમજ ઓખા શહેર ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી.

ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને હાલમાં જિલ્લાના મહામંત્રી તરીકે આ એમની બીજી ટર્મ છે. છેલ્લા ૨૦ વર્ષથી સંગઠનમાં સતત જુદી-જુદી જવાબદારી નિભાવીને યુવાનોમાં, વડીલોમાં, ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારી જેમને લોકચાહના મેળવી છે. એવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી વાઢેર યુવરાજસિંહનો આજે 11 એપ્રિલના રોજ જન્મદિવસ છે. ત્યારે સગા-સંબંધીઓ, મિત્રવર્ગ અને રાજકીય આગેવાનો તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છે.