ભાણવડ પંથકમાં પોલીસનો જુગાર દરોડો: છ પત્તાપ્રેમીઓ ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવરથી આશરે સોળ કિલોમીટર દૂર કલ્યાણપુર ગામે આવેલી પ્રાથમિક શાળા આગળની ગલીમાં બેસી અને જુગારની મોજ માણી રહેલા ભુપત નારણભાઈ ચાવડા, રામદે વીરાભાઈ પરમાર, રણમલ વીરાભાઈ કેસરિયા, કારા માંડાભાઈ ચાવડા, રાજુ ઉર્ફે ભાવુ દેવરખીભાઈ કરમુર અને બાબુ પુનાભાઈ કરમુર નામના છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 12,150 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.