કલ્યાણપુરના લાંબા ગામે દરિયાકાંઠે જુગારની મોજ માણતા સાત શખ્સો ઝડપાયા

રૂ. 6.61 લાખનો મુદ્દામાલ કબજે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ગઈકાલે સોમવારે સાંજે દરિયાકાંઠે બાવળના કાંટા ઝાડમાં નજીક બેસી અને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા હરદાસ એભા ચેતરીયા, મોહનગર રામગર મેઘનાથી, મુકેશ મુરુભાઈ ચેતરીયા, સતીશ શાંતિલાલ દાવડા, વિશાલ શાંતિલાલ દાવડા, દેવરખી ઉર્ફે અશોક ધનાભાઈ ડેર અને હરદાસ નુંઘાભાઈ ચેતરીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 85 હજાર રોકડા તથા રૂપિયા 35,500ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 40 હજારની કિંમતના બે મોટરસાયકલ અને રૂપિયા પાંચ લાખની કિંમતની જી.જે. 37 બી. 8803 નંબરની બલેનો કાર મળી કુલ રૂપિયા 6,60,500 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.