ખંભાળિયાના બેહ ગામના મયાણી (ગઢવી) પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર

(કુંજન રાડિયા)
* ચિ. તેજલ – ચિ. દિનેશ *
* ચિ. પુરી – ચિ. જીતુ *
* ચિ. હાર્દિક – ચિ. રૂપલ *

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બેહ નિવાસી અ.સૌ. જેવાબેન તથા જય જુંગીવારા અન્નક્ષેત્રના ચેરમેન શ્રી વેરશીભાઈ મોમૈયાભાઈ માયાણી (ગઢવી)ની સુપુત્રી ચિ. તેજલના શુભલગ્ન માળી નિવાસી અ.સૌ. હીરબાઈબેન તથા સામરાભાઈ ધારાભાઈ જામના સુપુત્ર ચિ. દિનેશ સાથે તથા વેરશીભાઈ મોમૈયાભાઈ માયાણીની સુપુત્રી ચિ. પુરીના લગ્ન શ્રી સામરાભાઈ ધારાભાઈ જામના સુપુત્ર ચિ. જીતુ સાથે શુક્રવાર તારીખ 15-04-2022ના રોજ યોજવામાં આવ્યા છે.

આ સાથે બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ મોમૈયાભાઈ માયાણી (ગઢવી) તથા અ.સૌ. દેવલબેનના સુપુત્ર ચિ. હાર્દિકના લગ્ન જામજોધપુર નિવાસી ગં.સ્વ. બાંયાબેન તથા સ્વ. કરસનભાઈ આલાભાઇ ભાતાણીની સુપુત્રી ચિ. રૂપલ સાથે શનિવાર તારીખ 16 એપ્રિલના શુભદિને નિર્ધાર્યા છે.