અનોખી ભક્તિ : ચૈત્રી નવરાત્રીમાં ખોડીયાર માતા અને બહેનોનું ઓઇલ પેઇન્ટિંગ બનાવતા કેનેડીના ચિત્રકાર

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડી ગામના ચિત્રકારે ચૈત્રી નવરાત્રીમાં ખોડીયાર માતા અને બહેનોનું ઓઇલ પેઇન્ટિંગ બનાવી અનોખી ભક્તિનો પરિચય આપ્યો છે.

દ્વારકાના ભાટીયા નજીક આવેલ કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધર દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ખોડીયાર માતા અને તેમના છ બહેનો એટલે કે સાતેય માતાનું એક સુંદર ઓઇલ પેઇન્ટિંગ બનાવવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ગામમાં આવેલા માતાજીના મંદિરનું સરનામું દર્શાવતું દિશાસૂચક બોર્ડ ભાટીયા-હર્ષદ હાઇવે પર લગાવવાનું છે. જેના માટે તેમણે આ પેઇન્ટિંગ તૈયાર કરેલું છે.