ભાણવડ PSI દ્વારા પુરુષાર્થ સ્કૂલ અને હોસ્ટેલની છાત્રાઓને “SHE TEAM”ની કામગીરી અંગે માહિતગાર કરાઇ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોલીસ સ્ટેશનના સી – ટીમના ઈન્ચાર્જ પી.એસ.આઈ. દ્વારા પુરુષાર્થ સ્કૂલ અને હોસ્ટેલની છાત્રાઓને “SHE TEAM”ની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી ના.પો.અધિ.મુ.મ. ખંભાળીયા તથા “SHE TEAM” નોડલ અધિકારી નિલમ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના સી – ટીમના ઈન્ચાર્જ પી.એસ.આઈ. દ્વારા પુરુષાર્થ સ્કૂલ અને હોસ્ટેલની મુલાકાત લઇ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી તેમજ બહારથી આવતી વિદ્યાર્થીનીઓને ભાણવડ પોલીસ સ્ટેશનની સી – ટીમની કામગીરી બાબતેની માહિતી આપેલ તેમજ જીલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા હેલ્પ લાઈન નંબર 112/181 /100 વિશે માહિતી આપેલ તેમજ મહિલાઓને લગતા કાયદાઓ બાબતેની સમજ અને કોઈપણ તકલીફ હોય તો સી ટીમનો સંપર્ક કરવા સમજ આપેલ હતી તેમજ ભાણવડ પોલીસ સ્ટેશનમાં રહેતા નીરાધાર અને એકવાયુ જીવન જીવતા સિનીયર સિટીઝનોના રહેણાંક સ્થળ પર જઇ તેઓની સાથે રૂબરૂ મુલાકાત કરેલ હતી.