ઓખાથી બેટદ્વારકા સુધી દરિયામાં હોડી સ્‍પર્ધા યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટદ્વારકા સુધી દરિયામાં આજે ૪૧મી મહાજન સ્‍મારક હોડી સ્‍પર્ધા યોજાઈ હતી.

ગુજરાત સરકારનાં કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિ – ગાંધીનગર અને હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૧મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજવામાં આવી હતી. ઓખાની દામજી જેટીથી બેટદ્વારકા ફરતે દરિયામાં આયોજિત હોડી સ્પર્ધામાં ૨૨ જેટલી હોડીઓ અને સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં સાંજે વિજેતાઓને ઇનામો તથા ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.