ખંભાળિયાના સોડસલા ગામની યુવતી લાપતા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા હવાબેન રજાકભાઈ જુસબભાઈ વાંઢા નામના મુસ્લિમ મહિલાની 23 વર્ષીય પુત્રી સાહિદા રજાકભાઈ વાંઢા ગત તા. 1 એપ્રિલના રોજ સવારના સમયે પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી જતા આ બનાવ અંગે યુવતીના માતાએ સલાયા મરીન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવી છે.

મધ્યમ બાંધાની અને ઘઉંવર્ણી એવી આશરે સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતી આ યુવતીએ ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. માનસિક રીતે અસ્વસ્થ એવી આ યુવતીનો પત્તો મળ્યે સલાયા મરીન પોલીસ સ્ટેશનના નંબર 02833-285338 પર અથવા તપાસનીસ પોલીસ અધિકારી વી.કે. જાડેજાના મોબાઈલ નંબર 70161 97446 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.