ખંભાળિયાની સગીરા સાથે શારીરિક અડપલા કરતા શખ્સ સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં પાંચ હાટડી ચોક વિસ્તારમાં કંસારા શેરીની સામે રહેતા રાજેશ પબાભાઈ ધારાણી નામના શખ્સે આ વિસ્તારમાં એક પરિવારની સગીર વયની પુત્રીને કામના બહાને મકાનના ઉપરના માળે બોલાવી, આ સગીરાની છાતી પર હાથ નાખી તેના પેન્ટ પર હાથ ફેરવીને શારીરિક અડપલા કરતા આ સમગ્ર બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રાજેશ પબા ધારાણી સામે આઈ.પી.સી. કલમ 354 (ક) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.