હેલ્થ ટિપ્સ : ગરમીમાં માત્ર પાણીથી તરસ ન છીપે તો ડેઇલી ડાયટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

ઉનાળા દરમિયાન બહારનું તાપમાન અને શરીરનું અંદરનું તાપમાન વધી જાય છે. આથી, ગરમીમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ગરમીમાં પાણી ઓછુ પીવો તો એની અનેક સાઇડ ઇફેક્ટ થાય છે. બીજી બાજુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ગરમીમાં પાણી વધારે પીવાથી પણ તરસ છીપાતી નથી. જો તમને પણ આ સમસ્યા થાય છે તો તમે પણ ડેઇલી ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો.

1. ફુદીના

ગરમીમાં તમે ફુદીનાનું પાણી પણ પી શકો છો. આ પાણી બનાવવા માટે ફુદીનાના પાનને કટ કરી લો અને એને ધોઇને પીસી લો. ત્યારબાદ ઠંડુ થવા માટે ફ્રિજમાં મુકો. આ પાણી પીવાથી તમને વારંવાર તરસ નહિં લાગે.

2. દહીં

દહીંમાં રહેલા પોષકતત્વો તમારી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીં એન્ટી બેક્ટેરીયલ ગુણોથી ભરપૂર હોય છે. તમે તમારી તરત છીપાવવા માટે દહીં ખાઇ શકો છો. આ માટે દહીંમાં તમે થોડો ઇલાયચી પાઉડર મિક્સ કરો અને પછી ખાઓ.

3. મધ

હુંફાળા પાણીમાં મધ નાંખીને પીવાથી પણ તરત છીપાઇ જાય છે. તમને વારંવારં પાણીની તરસ લાગે છે તો તમે આ ઉપાય કરો. આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે.

4. લવિંગ

લવિંગને પણ તમે મોંમા રાખી શકો છો. લવિંગ મોંમા રાખવાથી પાણીની તરસ જલદી છીપાઇ જાય છે. લવિંગને મોંમા રાખવાથી તમને આરામ પણ મળે છે.

5. તરબૂચ

ગરમીમાં દરેક લોકોએ અઠવાડિયામાં બે વાર તરબૂચ ખાવું જોઇએ. તરબૂચમાં પાણીનો ભાગ વધારે હોવાથી તમારે વારંવારં પાણી પીવું પડશે નહિં.