ઓખાના વેપારી પ્રૌઢને મારી નાખવાની ધમકી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખામાં જવાહર રોડ ઉપર રહેતા સુભાષભાઈ ચુનીલાલ ભાયાણી નામના 59 વર્ષના વેપારી પ્રૌઢના આનંદ પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપમાં ગ્રાહકો સાથે ઝઘડો કરતા મીઠાપુરના રહીશ મહિપત ઉર્ફે કાયડી નામના શખ્સને સમજાવવા જતા ઉશ્કેરાયેલા મહિપત ઉર્ફે કાયડીએ સુભાષભાઈ ભાયાણીને ગાલ પર ફડાકા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં, તેમને મારી નાખવાની ધમકી ઉચ્ચારી અને પેટ્રોલ પંપ સળગાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.