ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં સીસી રોડના કામનો પ્રારંભ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના રામનાથ સોસાયટી ખાતે આજરોજ સી.સી. રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંની શિવમ સ્કૂલ નજીકના જર્જરિત માર્ગને રૂ. સાડા પાંચ લાખના ખર્ચે નવેસરથી સી.સી. રોડ બનાવવા માટેના કામનું ખાત મુહુર્ત આજરોજ રવિવારે સવારે નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા હિતેશભાઈ ગોકાણીની ઉપસ્થિતિમાં સ્થાનીક રહીશો મહેન્દ્રભાઈ, સંગીતાબેન ગોકાણી, સુનીલ દતાણી તથા ગીરીશભાઈ ભટ્ટ વિગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ રોડના નિર્માણ માટે પાલિકાના કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, રશ્મિબેન ગોકાણી, પાલિકાના ઇજનેર નંદાણીયા, વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.