સલાયામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

 

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ ઉપર રહેતા અબ્બાસ હાસમ કારા નામના 42 વર્ષના મુસ્લિમ શખ્સને સ્થાનિક પોલીસે રાત્રિના પોણા વાગ્યાના સમયે નગરપાલિકા વિસ્તારમાંથી રખડતો-ભટકતો દુકાનોના તાળા તપાસતો ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122(સી) મુજબ કાર્યવાહી કરી હતી.